ઇઝરાયલ: દેખાવોથી માહોલ ખરાબ, ત્રણ પૈકી એક નાગરિક દેશ છોડવાની તૈયારીમાં

ઇઝરાયલમાં વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ ન્યાયિક સુધારા બિલના વિરોધમાં દેશભરમાં દેખાવો સતત જારી છે. હજારોની સંખ્યામાં લોકો દરેક સપ્તાહે સરકારના લોકશાહી વિરોધી પગલાંની સામે રસ્તા પર ઉતરી રહ્યા છે. સ્થિતિ હવે એ છે કે કેટલાક લોકો દેશ છોડીને જવાની તૈયારી કરી રહ્યા છે. હાલમાં જ કરવામાં આવેલા સરવેમાં કહેવામાં આવ્યું છે કે ઇઝરાયલમાં દરેક ત્રણ વ્યક્તિ પૈકી એક નાગરિક દેશ છોડવા માટે તૈયાર છે. આશરે 28 ટકા ઇઝરાયલી દેશ છોડવા માટે ઇચ્છુક છે.

ઇઝરાયલમાં આજે ચૂંટણી થાય તો નેતન્યાહૂની જીત મુશ્કેલ
જો ઇઝરાયલમાં આજે ચૂંટણી યોજાય તો 120 સીટ ધરાવનાર નેન્સેન્ટ સંસદમાં વર્તમાન સરકારને હારનો સામનો કરવો પડી શકે છે. આજે ચૂંટણી યોજાય તો ગઠબંધન સરકારને વર્તમાન 64ની જગ્યા 52 સીટો મળશે. જ્યારે વિપક્ષને હાલની 56 સીટોની જગ્યાએ 63 સીટો મળી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *