રાજકોટ AIILSG ગવર્મેન્ટ સંસ્થાનો વિદ્યાદીપ પદવીદાન સમારોહ યોજાયો

રાજકોટની ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યુટ ઓફ લોકલ સેલ્ફ ગવર્મેન્ટ સંસ્થા દ્વારા હેમુગઢવી હોલ ખાતે સેનિટરી ઇન્સ્પેક્ટર કોર્સના વિદ્યાર્થીઓ માટે વિદ્યાદીપ પદવીદાન સમારોહ યોજાયો. આ સંસ્થા 2003થી વિવિધ શૈક્ષણિક અને તાલીમ કાર્યક્રમો ચલાવે છે. આ કાર્યક્રમમાં સુપરવાઇઝર સેનિટરી ઇન્સ્પેક્ટર તરીકે નિમણૂક થનાર વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું તેમજ જુલાઇ અને જાન્યુઆરી 2025ની બેચના વિદ્યાર્થીઓએ સાંસ્કૃતિક કાર્યક્રમમાં ગરબા, નૃત્ય, તલવાર રાસ, લાકડી રાસ અને દુહા-છંદ રજૂ કર્યા હતા.

આ કોન્વોકેશન કાર્યક્રમમાં ધારાસભ્ય દર્શિતાબેન શાહે પ્રેરણાત્મક ઉદબોધન આપતા જણાવ્યું હતું કે, આપ સૌ એસઆઇ કોર્સ દરમિયાન મેળવેલું જ્ઞાન અને કૌશલ્યનો ઉપયોગ કરીને માત્ર આપનું જ નહીં પરંતુ સમગ્ર સમાજનું જીવન સુધારશો. તેમજ આ કાર્યક્રમમાં ડો.મોરજરિયા અને ડો. ગોહિલ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ તકે સંસ્થાના આસિસ્ટન્ટ ડાયરેક્ટર સોનલબેન કરકરે દ્વારા ઉપસ્થિત મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યુ હતું. તેમજ વિદ્યાર્થીઓ માટે આ પદવીદાન સમારોહ એક મહત્વપૂર્ણ મંચ સાબિત થયું છે જ્યા તેઓએ પોતાની મહેનતનું ફળ પ્રાપ્ત કર્યું અને ભવિષ્ય માટે પ્રેરણા મેળવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *