રાજકોટ મનપાનાં ફાયર વિભાગના ઇમરજન્સી નંબરો આજે રાત્રે બંધ રાખવામાં આવનાર છે. અમુક ટેકનિકલ કારણોને પગલે આજે(25 માર્ચે) રાત્રીના 9 વાગ્યાથી મોડીરાત્રે 2 વાગ્યા સુધી 101 સહિતનાં તમામ ઇમરજન્સી નંબરો બંધ રહેશે. જેને લઈને મનપાના ફાયર વિભાગે વૈકલ્પિક ધોરણે ફાયર સ્ટેશન મુજબ અધિકારીઓનાં નંબરો હાલ જાહેર કર્યા છે. લોકોને રાત્રે 9થી 2 વાગ્યા સુધી તમામ ફાયર સ્ટેશન મુજબ અધિકારીઓનો સંપર્ક કરવા માટે જણાવાયું છે.
ફાયર વિભાગના સ્ટેશન ઓફિસર સંજય મકવાણાએ જણાવ્યું હતું કે આજે રાત્રે 9 વાગ્યાથી મોડીરાત્રે 2 વાગ્યા સુધી બીએસએનએલ દ્વારા મેન્ટેનન્સની કામગીરી કરવામાં આવનાર છે. જેને લઈને આ સમય દરમિયાન ફાયરના 101 અને 102 સહિતનાં તમામ ઇમરજન્સી નંબરો બંધ રાખવામાં આવનાર છે. નંબરો બંધ થવાથી લોકોને કોઈ મુશ્કેલી ન પડે તેના માટે ફાયર વિભાગ દ્વારા જે-તે ફાયર સ્ટેશન મુજબ અધિકારીઓનાં નંબરો જાહેર કરવામાં આવ્યા છે. ત્યારે રાત્રે 9થી 2 વાગ્યા સુધી ઇમરજન્સી માટે આ નંબરો પર સંપર્ક કરવાની અપીલ છે.