ગોંડલના મુક્તિધામ ખાતે શિવમહાપુરાણ કથાનું સમાપન

ગોંડલના મુક્તિધામ ખાતે શ્રીમુક્તેશ્વર સેવા ટ્રસ્ટ દ્વારા આયોજિત મહાશિવપુરાણ કથા સફળતાપૂર્વક સંપન્ન થઈ છે. કેશવબાગમાં યોજાયેલી આ કથામાં નવ દિવસ દરમિયાન 20 હજારથી વધુ ભક્તોએ પ્રસાદનો લાભ લીધો હતો.

કથાના અંતિમ દિવસે વિશેષ દશાંશ હવનનું આયોજન કરવામાં આવ્યું હતું. નવ દિવસ દરમિયાન ભક્તો માટે રોજ અલગ-અલગ પ્રકારનું ભોજન પ્રસાદ રૂપે પીરસવામાં આવ્યું હતું. કિશોરભાઈ શિવ ફ્રુટ તરફથી 180 કિલો દ્રાક્ષનો પ્રસાદ અર્પણ કરવામાં આવ્યો હતો. મુક્તેશ્વર સેવા ટ્રસ્ટ અને દાતાઓએ 90 કિલો ચોકલેટનો પ્રસાદ ભક્તોને વિતરણ કર્યો હતો.

કાર્યક્રમમાં લક્ષ્મણભાઈ પટેલ, રસિકભાઈ મારણકા, પ્રફુલભાઈ ટોળીયા અને અશ્વિનભાઈ ઠૂંમર સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. ગોંડલ શહેર PSI વી.એન.જાડેજા, LCB બ્રાન્ચના જયવિરસિંહ રાણા અને ગોંડલ શહેર B ડિવિઝન પોલીસના શક્તિસિંહ જાડેજા પણ ઉપસ્થિત રહ્યા હતા. મુક્તેશ્વર સેવા ટ્રસ્ટે તમામ મહેમાનોનું ફૂલહાર અને ખેસ પહેરાવી સન્માન કર્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *