ધુમ્મસને લીધે 2 ફ્લાઈટ ડાઇવર્ટ કરાતા યાત્રિકો અઢી કલાક હેરાન

રાજકોટ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર સોમવારે વહેલી સવારે ગાઢ ધુમ્મસનું વાતાવરણ છવાઈ જતા વિમાની સેવાને પણ માઠી અસર થવા પામી હતી. રાજકોટથી મુંબઈની બે ફ્લાઈટ સોમવારે ઝીરો વિઝિબિલિટીને લીધે રાજકોટ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર લેન્ડ થઇ શકી ન હતી અને આખરે આ બંને ફ્લાઈટને અમદાવાદ એરપોર્ટ પર ડાઇવર્ટ કરવી પડી હતી. જોકે વિઝિબિલિટી ક્લિયર થયા બાદ આ બંને ફ્લાઈટ રાજકોટ આવી હતી ત્યાં સુધી યાત્રિકોએ લગભગ બેથી અઢી કલાક સુધી રાહ જોવી પડી હતી.

ઈન્ટરનેશનલ એરપોર્ટનાં નવા ટર્મિનલ અને એર ટ્રાફિક કંટ્રોલમાં શિયાળાની ઋતુમાં ઝીરો વિઝિબિલિટીમાં પણ ફલાઈટ લેન્ડિંગ-ટેક ઓફ થઈ શકે તેવી સિસ્ટમ કાર્યરત કરવામાં આવી છે. તેમ છતાં સોમવારે વહેલી સવારે ગાઢ ધુમ્મસના લીધે વહેલી સવારની એર ઈન્ડિયા અને ઈન્ડિગોની રાજકોટ-મુંબઈની ફ્લાઈટ લેન્ડિંગ નહીં થતા એરપોર્ટ વિસ્તારમાં ચક્કર કાપી આખરે બન્ને ફ્લાઈટને અમદાવાદ ડાઇવર્ટ કરવામાં આવી હતી. અને અઢી કલાક સુધી અમદાવાદ ફ્લાઈટ રાખવામાં આવી હતી ત્યારબાદ વાતાવરણ સ્વચ્છ થતા બંને ફ્લાઈટ અમદાવાદથી રાજકોટ આવી હતી અને પછી મુંબઈ જવા રવાનાથઇ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *