કારે બાઇકને અડફેટે લેતા મંદિરેપૂનમ ભરવા જતાં બે મિત્રનાં મોત

રાજકોટ જિલ્લાના ભાડલા પાસે બેકાબૂ કારે બાઇકને ઠોકરે લેતા ગોંડલના બે મિત્રનાં મોત નીપજતા તેના પરિવારમાં શોક છવાયો છે. બન્ને મિત્ર ભાડલા ગામે ગેલ માતાજીના મંદિરે દર્શન કરવા માટે જતા હતા ત્યારે આ બનાવ બન્યો હોવાનું બહાર આવતા પોલીસે અકસ્માત બાદ નાસી જનાર કારચાલક સામે ગુનો નોંધવાની તેમજ આરોપીની ધરપકડ કરવાની કાર્યવાહી કરી છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ ગોંડલના મોવિયા રોડ પર રહેતા બાલાભાઇ વિજાભાઇ સાકળિયા (ઉ.52) અને તેના મિત્ર ભૂપતભાઇ પ્રાગજીભાઇ કુમારખાણિયા (ઉ.50) બાઇકમાં બેસીને ભાડલા મંદિરે પૂનમ ભરવા જતા હતા ત્યારે ભાડલા નજીક કારે બાઇકને ઠોકરે લેતા બન્નેને ગંભીર હાલતમાં સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા જેમાં બન્નેના સારવાર દરમિયાન મોત નીપજ્યા હતા.

બનાવની જાણ થતા હોસ્પિટલ ચોકના સ્ટાફે પ્રાથમિક તપાસ કરતા મૃતક બાલાભાઇ ચાર ભાઇમાં વચેટ હોવાનું અને મજૂરીકામ કરતા હતા. તેને સંતાનમાં એક પુત્ર હોવાનું તેમજ ભૂપતભાઇને સંતાનમાં બે પુત્ર હોવાનું અને ત્રણ બહેન અને બે ભાઇમાં મોટા હતા બન્ને મજૂરીકામ કરતા હોય અને બુધવારે રજા હોય માતાજીના મંદિરે પૂનમ ભરવા આવતા હોય તે દરમિયાન આ અકસ્માત નડ્યો હોવાનું બહાર આવતા ભાડલા પોલીસે કારચાલક સામે ગુનો નોંધવાની કાર્યવાહી કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *