2 માર્ચે શાહી ઠાઠમાઠથી યોજાશે લગ્નોત્સવ

ગોંડલનાં પ્રજાવત્સલ રાજવી સર ભગવતસિંહએ અનાથ લોકોની પનાહ માટે નિર્માણ કરેલા બાલાશ્રમમાં આગામી તા.2 માર્ચનાં બાલાશ્રમ માં પનાહ લઇ લગ્ન લાયક બનેલી પાંચ દિકરીનાં યોજાનાર લગ્નને લઇને પુર્વ ધારાસભ્ય જયરાજસિહ જાડેજા અને નાગરિક બેંકનાં ચેરમેન અશોકભાઈ પીપળીયાની નિશ્રામાં યોજાયેલી મિટીંગમાં લગ્ન ધામધૂમપૂર્વક અને શાહી ઠાઠમાઠથી યોજાય તેવું આયોજન કરાયુ હતુ.મિટિંગમાં વરપક્ષનાં માતાપિતા સહિત પરીવારજનો પણ ઉત્સાહ ભેર ઉપસ્થિત રહ્યા હતા.

નગરપાલિકા સંચાલિત બાલાશ્રમની પાંચ દિકરી લગ્ન લાયક થતા તેનાં માટે યોગ્ય મુરતિયા ની પસંદગી સંપ્પન થયા બાદ હવે લગ્નોત્સવ ની તૈયારીઓ શરુ કરાઇ છે.

ગત પાંચ વર્ષ પહેલા સાત દિકરીઓ નાં લગ્ન ધાધધુમથી સંપ્પન થયા હતા.ત્યારે લગ્નોત્સવ નાં આયોજન ને સફળ બનાવનારાં નાગરિક બેંક નાં ચેરમેન અશોકભાઈ પીપળીયાને ધારાસભ્ય ગીતાબા જાડેજાએ ફરીવાર જવાબદારી સોંપીછે.જે માટે અશોકભાઈ પીપળીયાએ નગરપાલિકા સહિત આગેવાનો અને શહેરની વિવિધ સંસ્થાઓ ને સાથે રાખી ટીમવર્ક શરુ કર્યુ છે.

કન્યાઓને કરીયાવરમાં 100થી વધુ ઘરવખરીની ચીજ વસ્તુઓ અપાશે. લગ્નોત્સવનાં પૂર્વ ધારાસભ્ય જયરાજસિહ જાડેજા પરીવાર તથા પુર્વ સાંસદ રમેશભાઈ ધડુક મુખ્ય દાતા છે.ઉપરાંત નગરપાલિકા તથા નાના મોટા દાતાઓ પણ સહયોગી બન્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *