ધોરાજી તાલુકા પોલીસ મથકની ટીમે નાસતા ફરતા આરોપીને ઝડપી પાડીને તેની સામે કાયદેસરની આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ધોરાજી તાલુકા પોલીસ મથકનાં પીઆઇ એલ આર. ગોહિલના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફ નાસતા ફરતા આરોપીઓની શોધખોળની કામગીરીમાં હતો, ત્યારે બાતમી મળી હતી કે, છેલ્લા છ મહીનાથી જામનગર સિટી સી પોલીસ સ્ટેશનમાં જેની ગુમસુદા નોંધ થઈ હતી અને ભરણપોષણના વોરંટમાં નાસતો ફરતો હોય તે આરોપી વસીમ હાજીભાઇ ઉ.34, રહે. જામનગર, હાલ ધોરાજી વિસ્તારમાં હોવાની બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી આરોપી શખ્સને ઝડપી પાડીને કાર્યવાહી હાથ ધરાઇ હતી.