ઉપલેટા શહેરમાં અબજો રૂપિયાના ખર્ચે ભૂગર્ભ ગટર અને નલ સે જલ યોજનાનું કામ ચાલી રહ્યું છે , જેમાં આ ચાલી રહેલા કામની શરૂઆતથી જ ખૂબ પુષ્કળ પ્રમાણમાં ફરિયાદો ઉઠવા પામી છે ત્યારે આ ફરિયાદને લઈને ફરિયાદીઓ કે રજૂઆત કરનારાઓ અથવા તો સ્થાનિક ઉપલેટા નગરપાલિકા તંત્ર ખાતે રાવ કરવા જાય છે ત્યારે આ કામ નગરપાલિકા હસ્તકનું ન હોવાનું કહીને પોતાની જવાબદારીમાંથી છટકી રહ્યા છે ત્યારે આ બધી સમસ્યાઓની વચ્ચે ઉપલેટા શહેરના દ્વારકાધીશ સોસાયટીમાં ખાખીજાળીયા રોડથી નીલકંઠ મહાદેવ મંદિરમાં આવેલા રસ્તામાં ચાલી રહેલા કામમાં કોન્ટ્રાક્ટર દાદાગીરી કરી લોકોની પીડા સમજતા નથી અને રજૂઆત કરવામાં આવે તો ઉડાઉ જવાબ આપતા હોવાની રાવ ઉઠી છે.
દ્વારકાધીશ સોસાયટી વિસ્તારમાં કોન્ટ્રાક્ટરે પાણીની લાઈન, ગટરની લાઈન તોડી નાખતા હજારો લિટર પીવાના પાણીનો વેડફાટ થયો છે અને શિયાળે ચોમાસા જેવી સ્થિતિ જોવા મળી રહી છે અને સાથે જ કાદવ કીચડનું સામ્રાજ્ય ઊભું થયું છે. લાઇન તોડી નંખાતા કાદવ, ગંદકીને લીધે ચાલવું કેવી રીતે એ સવાલ લોકોને કનડી રહ્યો છે.