માર્ગ અકસ્માત ઘટાડવા અને ટ્રાફિક નિયંત્રણ માટે સર્વિસ રોડ પહોળા કરાશે

રાજકોટ કલેક્ટર કચેરીમાં રોડ સેફ્ટી કાઉન્સિલની બેઠક યોજાઇ હતી જેમાં હાઇવે પર થતા માર્ગ અકસ્માત અંગે સમીક્ષા કરવામાં આવી હતી. જિલ્લામાં વર્ષ 2023માં 197 અને 2024માં 177 માર્ગ અકસ્માત નોંધાયા હોવાનું જણાવ્યું હતું. આ બેઠકમાં રોડ સેફ્ટી કાઉન્સિલ કમિટીના સભ્યો હાજર રહ્યા હતા.

રોડ સેફ્ટી કાઉન્સિલ બેઠકમાં માર્ગ અકસ્માત ઘટાડવા અને ટ્રાફિક નિયંત્રણ માટે જરૂરી પગલાં લેવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. તેમજ રોડ સેફ્ટી કામગીરી અને અવેરનેસ અંતર્ગત રાજકોટ જિલ્લામાં વર્ષ 2023ની સરખામણીએ 2024માં માર્ગ અકસ્માતમાં 10 ટકાનો ઘટાડો થયાનો જણાવ્યું હતું.

આ બેઠકમાં અલગ અલગ હાઇવે પર થતી કામગીરી ઝડપથી કરવા અને રાજકોટ-ગોંડલ હાઇવે પરના સર્વિસ રોડને પહોળો કરવા તાકીદ કરાઇ હતી. તેમજ સર્વિસ રોડ પરના ગાબડાંઓને પેચવર્ક કરી રિપેર કરવા અને રાજકોટ કુવાડવા રોડ બ્રિજની બંને તરફ પાકા રોડ બનાવવા સૂચના અપાઇ હતી. જ્યારે પડધરી બાયપાસ પાસેના ગેરકાયદે દબાણો દૂર કરી કાર્યવાહી કરવા જણાવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *