ધોરાજીના નેશનલ હાઈવે પર ભૂખી ચોકડીએ ઓવરબ્રિજની માગણી

ધોરાજીનાં ભૂખી ચોકડી નેશનલ હાઈવે પર ઓવરબ્રીજ બનાવવા લોક માંગણી ઉઠવા પામી છે. ધોરાજીના નેશનલ હાઈવે ભૂખી ચોકડી ખાતે ઓવરબ્રીજ ન હોવાથી અકસ્માત જોન બની જતાં રાહદારીઓ, ખેડૂતોને હાઈવે પસાર કરવા માટે ભારે પરેશાનીનો સામનો કરવો પડતો હોવાની લોક ફરીયાદ ઉઠવા પામી છે ત્યારે નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા ઓવરબ્રીજ બનાવવાની નગરજનોની લોક માંગ ઉઠવા પામી છે.

આ અંગે જાણવા મળતી માહિતી અનુસાર ધોરાજીના નગરજનોએ જણાવ્યું હતૂ કે ધોરાજી નો ભૂખી ચોકડી નેશનલ હાઈવે બાયપાસ અકસ્માત જોન બની ગયો હોય તેમ ભૂખી ચોકડી ખાતે બાયપાસ પસાર કરવામા ભુખી ગામનાં ગામજનો, ખેડૂતો, નગરજનો, ભૂખી ગામ નાં ગ્રામજનો, આજૂબાજૂ નાં રહેવાસીઓને પણ રોડ પસાર કરવામાં ભારે પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે.

અવારનવાર ભૂખી ચોકડી બાયપાસ પાસે ઓવરબ્રીજ ન હોવાથી રસ્તો ક્રોસ કરતી વખતે પણ ઘણા અકસ્માતોનાં બનાવો બની જતાં ઘણા લોકોએ જીવ ગુમાવ્યા છે ત્યારે નગરજનોની સલામતી ટાફીક નિયંત્રણ માટે ભૂખી ચોકડી ખાતે ઓવરબ્રીજ બનાવવો જરૂરી બની ગયેલ છે. ધોરાજીના સિનિયર સિટિઝનોએ ભૂખી ચોકડી બાયપાસ ખાતે ઓવરબ્રીજ બનાવવા માટેની કાર્યવાહી કરાવવા માટે ઉચ્ચ કક્ષાએ તેમજ પોરબંદરનાં સાંસદ મનસુખ ભાઈ માંડવીયાને રજૂઆત કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *