પોલીસ પહોંચતા જ ડિજિટલ અરેસ્ટ વૃદ્ધા રડી પડ્યા

રાજકોટના પંચનાથ પ્લોટમાં એકલું રહેલું રહેતું વૃદ્ધ દંપતી સાયબર ફ્રોડનું શિકાર બન્યું. 77 વર્ષીય વૃદ્ધાને અજાણ્યા મુંબઈ ક્રાઈમ બ્રાંચના નામે ફોન કરવામાં આવ્યો. સાયબર ટેરરિઝમમાં વૃદ્ધાના સીમકાર્ડ અને એકાઉન્ટનો ઉપયોગ થયાનું કહી ડરાવવામાં આવ્યા અને સાત દિવસ સુધી ડિજિટલ અરેસ્ટ રાખ્યા. વૃદ્ધ દંપતી પાસેથી ટુકટે ટુકડે 55 લાખ પડાવ્યા બાદ વધુ 41 લાખની માગણી કરવામાં આવી. જો કે, દંપતી પાસે પૈસા ન હોય મુંબઈ રહેતી દીકરીને જાણ કરતા પોલીસનો સંપર્ક કરાયો.

વૃદ્ધા નકલી પોલીસથી એટલા ડરી ગયા હતા કે જ્યારે તેમના ઘરે મદદ માટે રાજકોટ પોલીસની ટીમ પહોંચી તો તેનો પણ વિશ્વાસ કરવા તૈયાર ન થયા. પોલીસકર્મીઓએ મદદ માટે આવ્યાની વાત કરતા જ વૃદ્ધા રડી પડ્યા.

‘તમારા સીમકાર્ડ અને એકાઉન્ટનો ઉપયોગ સાયબર ટેરરિઝમમાં થયો છે’ રાજકોટના પંચનાથ પ્લોટમાં રહેતા 77 વર્ષીય વૃદ્ધાને 18 ઓગસ્ટે વોટ્સએપ પર કોલ કરી સામેના વ્યકિતએ મુંબઈ ક્રાઈમ બ્રાંચના અધિકારી તરીકેની ખોટી ઓળક આપી. વૃદ્ધાને વિશ્વાસ આવે તે માટે RBIના બનાવટી ડોક્યુમેન્ટ પણ વોટ્સએપ પર મોકલ્યા.

વૃદ્ધાના સીમકાર્ડ અને એકાઉન્ટનો સાયબર ક્રાઈમમાં ઉપયોગ થયાનું કહી ગઠિયાઓ દ્વારા ડરાવવામાં આવ્યા. ડરનો આ સિલસિલો સાત દિવસ સુધી ચાલુ રાખી 55 લાખ જેવી માતબર રકમ ટ્રાન્સફર કરાવી લીધી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *