રાજકોટમાં 78,430 વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપશે

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આ વખતે 15 દિવસ વહેલી એટલે કે 27મી ફેબ્રુઆરીથી ધોરણ-10 અને 12ની પરીક્ષા માટે પ્રારંભ થઈ રહ્યો છે, જેને લઈને રાજકોટ જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આ વખતે ધો.10 અને 12માં 78,430 વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે. જે સંખ્યા વર્ષે 65,195 હતી. જેમાં ગત વર્ષ કરતા આ વર્ષે 13,535નો વધારો થયેલો જોવા મળી રહ્યો છે.

જિલ્લામાં 10 ઝોન પાડવામાં આવ્યા જેમાં આ વખતે જિલ્લામાં 10 ઝોન પાડવામાં આવ્યા છે. જે ઝોન પરથી બોર્ડના પ્રશ્નપત્રો પહોંચાડવાના છે, તે એ રીતે તૈયાર કરવામાં આવી છે કે ત્યાંથી 35 કિલોમીટરના વિસ્તારમાં આવેલા પરીક્ષા કેન્દ્ર સુધી જ પેપરો પહોંચાડવાના થાય. જેથી, પ્રશ્નપત્રો જે વાહનના મોકલવામાં આવે છે તેની સુરક્ષા જળવાઈ રહે અને 35 મિનિટમાં પ્રશ્નપત્રો ઝોન પરથી પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચી જાય. જેમાં સાથે પોલીસ બંદોબસ્ત પણ હશે. આ ઉપરાંત આ વખતે બોર્ડ દ્વારા ગેરરીતિ બદલ જે સજાની જોગવાઈ કરવામાં આવી છે, તેનું શાળાઓમાં દરરોજ બોલાતી પ્રાર્થના દરમિયાન વાંચન કરવામાં કરવામા આવી રહ્યું છે. જેથી, બોર્ડના વિદ્યાર્થીઓ પ્રમાણિકતાથી પરીક્ષા આપે અને પરીક્ષામાં ચોરી ન કરે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *