દંગલ ગર્લ બની હતી કાસ્ટિંગ કાઉચનો ભોગ!

એક્ટ્રેસ ફાતિમા સના શેખે આમિર ખાનની ફિલ્મ ‘દંગલ’થી પોતાની ઓળખ બનાવી હતી. હવે તાજેતરના એક ઇન્ટરવ્યૂમાં તેણે તેની કરિયરના શરૂઆતના દિવસોને યાદ કર્યા. તેણે કહ્યું કે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં આવ્યા પછી તેને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો, ખાસ કરીને કાસ્ટિંગ કાઉચનો ભોગ બની હતી. આ સિવાય તેણે એ પણ જણાવ્યું કે કેટલાક કાસ્ટિંગ ડિરેક્ટર નવા કલાકારો પાસે તેમની કમાણીનો એક ભાગ માગતા હતા.

બોલિવૂડ બબલ સાથે વાત કરતાં ફાતિમા સના શેખે કહ્યું, ‘મને સાઉથ ઈન્ડસ્ટ્રીમાંથી ફિલ્મ માટે ફોન આવ્યો હતો. કાસ્ટિંગ એજન્ટે મને અનકમ્ફર્ટેબલ ફિલ કરાવ્યું હતું. તેણે મને પૂછ્યું કે તું શું તમે બધું કરવા તૈયાર છો? મેં જવાબ આપ્યો કે હું સખત મહેનત કરીશ અને રોલ માટે જે જરૂરી હશે તે કરીશ. પણ તે એ જ પ્રશ્નો વારંવાર પૂછતો રહ્યો. જો કે, મેં જાણી જોઈને તેને જવાબ ન આપ્યો, જેથી હું જોઈ શકું કે તે ક્યાં સુધી જઈ શકે છે.

જો ફાતિમાનું માનીએ તો શરૂઆતના તબક્કામાં તેને લાગ્યું કે જો તે સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કામ કરશે તો તેના માટે બોલિવૂડમાં રસ્તો ખુલશે. આ આશા સાથે જ તે એક ફિલ્મ માટે ઓડિશન આપવા ગઈ હતી. બધા એક રૂમમાં હતા અને ડિરેક્ટર ઈશારો કરી રહ્યા હતા કે તમારે કેટલાક લોકોને મળવું પડશે. તેણે સીધું કંઈ કહ્યું નહીં, પણ તેનો અર્થ સ્પષ્ટ હતો. જો કે, એક્ટ્રેસે એમ પણ કહ્યું કે દરેક જણ આવા હોતા નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *