રાજય સરકારની નવી ગાઇડલાઇન મુજબ રાજકોટમાં 2025ની પ્રથમ લેન્ડ ગ્રેબિંગ કમિટીની બેઠક કલેકટર પ્રભવ જોષીના અધ્યક્ષસ્થાને મળી હતી. જેમાં 63 કેસો અંગે સુનાવણી હાથ ધરાઇ હતી. નવી ગાઇડલાઇનમાં પક્ષકારોને બોલાવવા અંગે સૂચના હોવાથી કલેકટરે 2 ડઝન પક્ષકારોને નોટીસો પાઠવી હતી. તે તમામ કલેકટર કચેરી ખાતે આવી પહોંચ્યા હતા. જે-તે કેસમાં એક પછી એક ફરિયાદીઓ અને સામેવાળાને બોલાવી, જમીન-પ્લોટ તેમજ લાગુ પડતી બાબતો અંગે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જોકે, સુનાવણી બાદ 63માંથી 5 કેસમાં ફોજદારી કેસ થાય એવી શકયતા રહેલી છે.
રાજકોટ જિલ્લા કલેકટર કચેરી ખાતે આજે રાજય સરકારની નવી માર્ગદર્શિકા મુજબ લેન્ડગ્રેબિંગ કમિટીની બેઠક કલેકટરના અધ્યક્ષસ્થાને મળી હતી, જેમાં 62 કેસની સુનાવણી કરવામાં આવી હતી. જેમાં 2 ડઝન જેટલા પક્ષકારોને આ બેઠકમાં રૂબરૂ સાંભળવામાં આવેલ હતાં. અહીં એ ઉલ્લેખનીય છે કે, કલેકટર કચેરી ખાતે લાંબા સમય બાદ લેન્ડગ્રેબિંગની આ બેઠક મળી હતી. જેમાં કમીટીની તમામ સદસ્યોએ રૂબરૂ હાજરી આપી હતી.