પ્રેમીએ ગુપચુપ અન્ય યુવતી સાથે સગાઇ કરી લેતા પ્રેમિકાએ ઝેરી ટીકડાં ખાઈ લીધા

શહેરમાં રહેતી 29 વર્ષની યુવતીએ ઓમનગરમાં પ્રેમીની ઓફિસે જઇ ઝેરી ટીકડાં ખાઇ આપઘાતની કોશિશ કરતાં તે હોસ્પિટલના બિછાને પહોંચી હતી. 11 વર્ષનો પ્રેમસંબંધ હોવા છતાં પ્રેમીએ દગો કરી અન્ય યુવતી સાથે સગાઇ કરી લેતા તેના આઘાતમાં યુવતીએ પગલું ભર્યું હતું.

માલતી (નામ બદલાવેલ છે) નામની 29 વર્ષની યુવતી મંગળવારે સાંજે ઓમનગરમાં આવેલી તેના પ્રેમી દીક્ષિત (નામ બદલાવેલ છે)ની ઓફિસે પહોંચી હતી અને ત્યાં પોતાની સાથે લઇ ગયેલી બોટલમાંથી ઘઉંમાં નાખવાના ટીકડાં કાઢી તે ટીકડાં ખાઇ લીધા હતા. યુવતીને તાકીદે હોસ્પિટલમાં ખસેડાઇ હતી.

ઘટનાની જાણ થતાં માલવિયાનગર પોલીસ દોડી ગઇ હતી, પરંતુ તે ભાનમાં નહીં હોવાથી તે સમયે પોલીસ તેનું નિવેદન નોંધી શકી નહોતી. બુધવારે ભાનમાં આવેલી માલતીએ હોસ્પિટલના બિછાનેથી કહ્યું હતું કે,‘પોતે કોલેજમાં અભ્યાસ કરતી હતી અને ફનફેરનું આયોજન થયું હતું ત્યારે કન્સ્ટ્રક્શનના વ્યવસાય સાથે જોડાયેલા દીક્ષિત સાથે પરિચય થયો હતો અને સમય જતાં બંને વચ્ચે પ્રેમસંબંધ બંધાયા હતા. દીક્ષિતે લગ્ન કરવાની પણ ખાતરી આપી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *