ગોંડલ સિવિલને હડકવા વિરોધી રસીનો જથ્થો ફાળવાતાં રાહત

ગોંડલમાં છેલ્લા એક મહિનાથી બેખૌફ બની ગયેલા શ્વાનોએ 352થી વધુ લોકોને બચકાં ભરીને કરડી ખાધા છે.જેમાં 70 થી વધુ લોકો અને બાળકો એટલે કે 65 લોકો હડકાયા કૂતરાઓનો ભોગ બન્યા છે. આવા સંજોગોમાં ગોંડલની સિવિલ હોસ્પિટલમાં હડકવા વિરોધી રસી ઉપલબ્ધ ન હોય લોકોને રાજકોટ અથવા જેતપુર દોડવુ પડતું હતું અને લોકોમાં પણ ભારે ભય ફેલાયો હતો .

દરમિયાન હોસ્પિટલમાં દર્દીઓને સેવા આપી રહેલ શિવમ સાર્વજનિક ટ્રસ્ટનાં પ્રમુખ દિનેશભાઈ માધડે આરોગ્યમંત્રી તથા આરોગ્ય વિભાગને લોકોની પરેશાની અંગે તાકીદની રજૂઆત કરતા આરોગ્ય વિભાગ દ્વારા નરોડાથી ડોગબાઇટનાં 100 જેટલા ઇન્જેક્શનનો જથ્થો ગોંડલ હોસ્પિટલને ફાળવતા લોકોમાં રાહતની લાગણી ફેલાઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *