મનમોહન સિંહની અંતિમ સફર

પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના આજે અંતિમ સંસ્કાર કરવામાં આવશે. તેમનો પાર્થિવ દેહ નિગમબોધ ઘાટ પર પહોંચ્યો છે. રાહુલ ગાંધી પાર્થિવદેહ સાથેના વાહનમાં બેસીને નિગમબોધ ઘાટ પહોંચ્યા હતા. મનમોહન સિંહને ઘાટ પર ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું.

તેમની અંત્યેષ્ટિ થોડીવારમાં કરવામાં આવશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રક્ષા મંત્રી રાજનાથ સિંહ પણ તેમાં ભાગ લેશે. પૂર્વ પીએમ મનમોહનને ત્રણ દીકરીઓ છે. મોટી દીકરી ઉપિન્દર સિંહ 65 વર્ષની છે, તેને બે પુત્રો છે. બીજી પુત્રી દમનસિંહને એક પુત્ર છે. ત્રીજી પુત્રી અમૃત સિંહ 58 વર્ષની છે.

મનમોહનના પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે તેમના નિવાસસ્થાનથી કોંગ્રેસ મુખ્યાલય લાવવામાં આવ્યો હતો. ડૉ. સિંહના પત્ની ગુરશરણ કૌર અને પુત્રી દમન સિંહે કૉંગ્રેસના મુખ્યાલયમાં તેમને શ્રદ્ધાંજલિ આપી હતી. રાહુલ ગાંધી, સોનિયા અને પ્રિયંકા ઉપરાંત કોંગ્રેસના અન્ય નેતાઓએ મનમોહનને અંતિમ શ્રદ્ધાંજલિ આપી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *