રિવરફ્રન્ટ પર ફ્લાવર પાર્કમાં 1 જાન્યુઆરીથી ફ્લાવર શૉ ખુલ્લો મુકાશે. ગત વર્ષે આ શોમાં 43 સ્કલ્પચર અને સ્ટ્રક્ચર રાખવામાં આવ્યા હતા. પરંતુ આ વર્ષે તેની સંખ્યા 61 કરાઈ છે. ફ્લાવર શૉને 4 ઝોનમાં વહેંચવામાં આવ્યો છે. એન્ટ્રી ગેટ પર હાથીના બે સ્કલ્પચર લોકોનું સ્વાગત કરશે.
આ ઉપરાંત 7 લાખથી વધુ રોપા ગોઠવી 400 ફૂટની કેનિયન વોલ બનાવાશે. મુખ્ય આકર્ષણોમાં ફ્લાવર ફોલ, કેનોપી ટ્રી, ગાંધીજીના ત્રણ વાંદરાની પ્રતિકૃતિ હશે. 15 લાખથી વધુ ફૂલછોડ મુકવામાં આવશે.