ક્રિસમસ પર રશિયાએ સમગ્ર યુક્રેન પર હુમલો કર્યો

રશિયાએ 25 ડિસેમ્બરે યુક્રેનના અનેક શહેરોમાં હવાઈ હુમલા કર્યા હતા. યુક્રેનિયન વાયુસેના અનુસાર, રશિયાએ ક્રિસમસ પર 78 મિસાઇલ અને 106 ડ્રોન છોડ્યા હતા. જેમાં 21 લોકો ઘાયલ થયા છે જ્યારે 1નું મોત થયું છે.

યુક્રેનના મીડિયા અનુસાર સૌથી મોટો હુમલો ખાર્કિવ શહેર પર કરવામાં આવ્યો હતો. આ સિવાય ડીનિપ્રો, ક્રેમેન્ચુક, ક્રિવી રિહ અને ઇવાનો-ફ્રેન્કિવસ્ક પર પણ હુમલા કરવામાં આવ્યા હતા. અહીં એનર્જી ઈન્ફ્રાસ્ટ્રક્ચર સહિતના રહેણાંક વિસ્તારોને નિશાન બનાવવામાં આવ્યા હતા.

સ્થાનિક મીડિયાના જણાવ્યા અનુસાર, રશિયાએ બ્લેક સીમાંથી આ મિસાઈલો છોડી હતી. ખાર્કિવના ગવર્નરે જણાવ્યું હતું કે રશિયાએ તેમના શહેર પર ઓછામાં ઓછી 7 મિસાઇલો છોડી હતી, જેમાં 6 લોકો ઘાયલ થયા હતા. હુમલા બાદ યુક્રેનના ઘણા શહેરોમાં વીજળીનો પુરવઠો બંધ કરી દેવામાં આવ્યો છે.

યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીએ તેને ‘અમાનવીય’ ગણાવ્યું છે. તેમણે કહ્યું કે પુતિન માનવી નથી. હુમલા માટે તેઓએ જાણી જોઈને ક્રિસમસનો દિવસ પસંદ કર્યો. તે જ સમયે, યુક્રેનની સૌથી મોટી ખાનગી ઉર્જા કંપની ડીટીઇકેએ કહ્યું કે યુક્રેનની ઊર્જા પ્રણાલી પર રશિયાનો આ 13મો મોટો હુમલો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *