સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ભાઈ-બહેનની અનોખી સિદ્ધિ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ભાઈ-બેનની અનોખી સિદ્ધિ સામે આવી છે. ગત વર્ષે ઇન્ટર યુનિવર્સિટી સ્વિમિંગ કોમ્પિટિશનમાં ઓલ ઇન્ડિયામાં ક્વોલિફાય થયેલી બહેન આસ્થા ઠાકરનો ભાઈ સ્મિત આ વર્ષે ડાઇવિંગ સ્પર્ધામાં પ્રથમ પ્રયાસે જ ઓલ ઇન્ડિયામાં ક્વોલિફાય થયો છે. મહત્ત્વની વાત એ છે કે, ચેન્નાઇમાં ચાલી રહેલી વેસ્ટ સાઉથ ઝોનની ઇન્ટર યુનિવર્સિટી કોમ્પિટિશનમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ટીમ તરફથી ભાગ લેવા માટે પહોંચેલા ભાઈ સાથે સ્વિમિંગ કોચ તરીકે તેની બહેન હતી. 11 વર્ષની ઉંમરે સ્વિમિંગની પ્રેક્ટીસ શરૂ કર્યા બાદ બોડી ફ્લેક્સિબિલિટી અને ઊંચાઈથી ડર ન હોવાને કારણે આજે સ્મિત 17 વર્ષની ઉંમરે જ ઓલ ઇન્ડિયા યુનિવર્સિટી રમવા માટે ક્વોલિફાય થઈ ગયો છે. વિદ્યાર્થી હાલ જસાણી કોલેજમાં બીએ વિથ મનોવિજ્ઞાનનો અભ્યાસ કરે છે અને તેનું સ્વપ્ન સ્વિમિંગ કોચ બનવાનું છે.

3 મીટર ડાઇવિંગ સ્પર્ધામાં ઓલ ઇન્ડિયા માટે ક્વોલિફાય સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના શારીરિક શિક્ષણ નિયામક ડૉ. હરીશ રાબાએ જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની સ્વિમિંગ અને ડાઇવિંગ ભાઈઓ અને બહેનોની ટીમ ચેન્નાઇ ખાતે 21થી 27 ડિસેમ્બર દરમિયાન ઇન્ટર યુનિવર્સિટી વેસ્ટ સાઉથ ઝોન સ્પર્ધામાં ભાગ લેવા માટે પહોંચી છે. હાલ આ સ્પર્ધા ચાલુ છે અને ગઈકાલે છે. આપણી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો વિદ્યાર્થી સ્મિત ઠાકર 3 મીટર ડાઇવિંગ સ્પર્ધામાં ઓલ ઇન્ડિયા માટે ક્વોલિફાય થયો છે. સ્વિમિંગ અઘરી સ્પર્ધા છે અને તેમાં પણ ડાઈવિંગ કોમ્પિટિશન વધુ અઘરી હોય છે. કોઈ ખેલાડી પ્રોપર રીતે પોતાની બોડીને ફ્લેક્સિબલ રાખી શકતો હોય અને તેને ઊંચાઈથી ડર ન લાગતો હોય તે પ્રકારના સ્વિમરને ડાઇવિંગ સ્પર્ધામાં સફળતા મળે છે. ડાઈવિંગ ઇવેન્ટ માટે સૌથી પહેલા તો વિદ્યાર્થીને ભય ન હોવો જોઈએ. જીમ્નાસ્ટિક સાથે ડાઇવિંગની ઇવેન્ટ જોડાયેલી છે. જેથી ડાઇવિંગના ખેલાડીને જીમ્નાસ્ટીક પણ આવડતું હોવું જોઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *