રાજકોટનાં ડો. સંજય પંડ્યાની ફ્લુઇડ થેરાપી વેબસાઈટનું અમેરિકામાં વિમોચન

રાજકોટનાં ડો. સંજય પંડ્યાની ફ્લુઇડ થેરાપી વેબસાઈટનું અમેરિકામાં વિમોચન કરવામાં આવ્યું હતું. રાજકોટના નામાંકિત નેફ્રોલોજીસ્ટ ડો. સંજય પંડયાનાં હસ્તે લિખિત ફ્લુઈડ થેરાપી પુસ્તક વેબસાઈટ સ્વરૂપે વિનામૂલ્યે દેશ અને દુનિયાના તબીબો માટે ઉપલબ્ધ કરવામાં આવ્યું હતું. આ વેબસાઈટનું વિમોચન સાન ડિએગો, અમેરિકા ખાતે અમેરીકન સોસાયટી ઓફ નેફ્રોલોજીની કોન્ફરન્સ દરમિયાન કરવામાં આવ્યું હતું. www.fluidtherapy.org વેબસાઈટનો હેતુ વર્ષ 2024 માં પ્રકાશિત કરેલ “પ્રેકટીકલ ગાઈડલાઈન્સ ઓન ફ્લુઇડ થેરાપી” પુસ્તકની વિગતોને વેબસાઈટ મારફત વિશ્વનાં તબીબો માટે ઉપલબ્ધ કરાવવાનો છે.

આ વેબસાઈટમાં ફ્લુઈડ મેનેજમેન્ટ વિશે નવીનતમ માહિતી, સરળ ભાષામાં, એક જ જગ્યાએ અને વિનામૂલ્યે મળી રહેશે. ઉલ્લેખનીય છે કે ડો. સંજય પંડ્યા દુનિયામાં કિડનીના દર્દીઓ માટે આશીર્વાદરૂપ પુસ્તક અને તેના પરથી વિશ્વ વિક્રમ સ્થાપીત કરેલ વેબસાઇટ દ્વારા 40 જેટલી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ભાષામાં સરળ કિડની સારવાર અને આ ગંભીર રોગથી બચવા માટે કિડની એજ્યુકેશનની વેબસાઇટ મારફત સફળતાપૂર્વક માહિતી આપી ચુક્યા છે. ત્યારે હવે વધુ એક વેબસાઈટ દ્વારા હોસ્પિટલમાં દાખલ દર્દીની તબિયત અને રોગોને ધ્યાનમાં રાખીને ફ્લુઈડ મેનેજમેન્ટ કેવી રીતે કરવું તેની માહિતી આપે છે. અમેરીકન સોસાયટી ઓફ નેફ્રોલોજીની કોન્ફરન્સમાં ઉપસ્થિત વિશ્વના અગ્રણી નેફરોલોજીસ્ટોની હાજરીમાં આ વેબસાઈટ નું વિમોચન કરવામાં આવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *