ગોંડલમાં બે દિવસ પુર્વે સ્ટેટ મોનીટરીંગ સેલે શાકમાર્કેટમાં ચાલતી જુગાર કલબ પર દરોડો પાડ્યાં બાદ એ ડીવીઝન પોલીસે ગત મોડીરાતે નાની બજારમાં આવેલા મેમણ જમાત ખાનામાં ધમધમતા ઘોડીપાસાના જુગાર પર છાપો મારી ગોંડલ તથા જેતપુરના ૧૭ જુગાર શોખીનોને રુ.૧,૬૧,૫૦૦ના મુદ્દામાલ સાથે ઝડપી પાડયા છે.લગ્ન પ્રસંગે જમાત ખાનુ ભાડે અપાયુ હતુ.
નાની બજારમાં આવેલા મેમણ જમાત ખાનામાં મોટીબજાર મતવા ઢોરાએ રહેતો જાવેદ નામાણી નાલ ઉઘરાવી ઘોડીપાસાનો જુગાર રમાડતો હોવાની બાતમી પોલીસને મળતા ગત મોડીરાતે પી. આઇ. ડામોર, જમાદાર મહેન્દ્રભાઈ વાળા, મહાવીરભાઈ બોરીચા, કોન્સ્ટેબલ ભાવેશભાઈ સાસીયા, હરેશભાઈ લુણી, કાંતીભાઈ જાદવ, રણજીતભાઈ બોરડ સહિતના સ્ટાફે દરોડો પાડી નાસીર ડાડા ખીરાણી, રમઝાન ઉર્ફે ભોપલો રજાક ગોરી, જોની કિરીટ બાટવીયા, રઈશ ભીખરાણી, મુખ્તાર ખીરાણી, અહેમદ ખીરાણી, હમીદ નાગાણી, હત્પશેન ઉર્ફે ગભો જુમા આદમાણી, સંચાલક જાવેદ નાગાણી, રજાક દલવાણીને પકડી પાડ્યા હતા.