રાજકોટ-અમદાવાદ સિક્સલેન હાઇવે 6 વર્ષે પણ અધૂરો

ગુજરાતમાં અમદાવાદથી રાજકોટને જોડતા નેશનલ હાઈવે (NH) નંબર 47ની સિક્સલેનની કામગીરીમાં ખૂબ જ વિલંબ થઈ રહ્યો છે. આ પ્રોજેક્ટની પૂર્ણતાની સતત છઠ્ઠી વખતની ડેડલાઈન વધારવામાં આવી છે. એક્સટેન્શન્સ પર એક્સટેન્શન્સ છતાં 2018થી શરૂ થયેલી સિક્સલેન હાઈવેની કામગીરી 2024ના અંત આવવા છતાં પણ પૂરી થઈ નથી.

રૂપિયા 3350 કરોડના આ પ્રોજેક્ટની કામગીરીમાં રાજકોટથી બગોદરા સુધીના અંતરમાં 3 બ્રિજ માટેની કામગીરી બાકી હોવાથી આગામી 3 માસમાં કામગીરી પૂર્ણ કરવાનો દાવો કરાઈ રહ્યો છે, પરંતુ વાસ્તવિકતા એ છે કે જૂન 2025 સુધીમાં પણ આ કામગીરી પૂરી થશે કે નહીં એ મોટો સવાલ છે. 6 વર્ષ વીત્યાં છતાં હજુ સુધી આ પ્રોજેક્ટના મેજર 6 પૈકી હજુ 3 બ્રિજની કામગીરી હજુ બાકી છે. ઉપરાંત હીરાસર એરપોર્ટ નજીક પણ ડિઝાઈનમાં ફેરફાર કરીને સરકારને મોકલી બ્રિજ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *