પથ્થરના ઘા ઝીંકી યુવકને પતાવી દીધો હતો

શહેરમાં આજી ડેમ પાસે અમૂલ ચોકડી પાસે ફૂટપાથ પર રહેતો અને મૂળ જેતપુરના પેઢલાના વતની મુકેશ અરજણ ગુજરાતી (ઉ.41)નું તેના પત્નીના પ્રેમી સાગર મનસુખભાઇ મકવાણાએ પથ્થરના ઘા ઝીંકી હત્યા કરી નાસી જતા થોરાળા પોલીસે તપાસ કરી ગોંડલ રોડ પરથી સાગર અને મદદ કરનાર સંજય રમણીકલાલ સોલંકીની ધરપકડ કરી તેની પાસે હત્યાનું રિકન્સ્ટ્રક્શન કરવાની કાર્યવાહી કરી છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ આજી ડેમ ચોકડી નજીક અમૂલ ચોકડી પાસે મુકેશ ગુજરાતીની હત્યા થયાની જાણ થતાં થોરાળા પોલીસ મથકના પીઆઇ વાઘેલા સહિતે પહોંચી તપાસ કરતાં મૃતક મુકેશ ફૂટપાથ પર તેની પત્ની શોભના અને બે બાળકો સાથે રહેતો હોવાનું તેમજ છેલ્લા દોઢ માસથી તેની પત્ની બાળકો અને પતિને મૂકી પ્રેમી સાગર સાથે નાસી ગઇ હતી. બાદમાં તેના બાળકોને મળવા આવતા પતિએ તે બીજું ઘર કર્યું છતાં કેમ પાછી આવી કહી મારવા દોડતા પત્ની નાસી ગઇ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *