મોરારજીભાઈ દેસાઈ દ્વારા 6 ડિસેમ્બરના રોજ માનદ સેવાકીય પ્રવુતિ અર્થે હોમગાર્ડ ગૃહરક્ષક દળની સ્થાપના કરી હતી. જેના ભાગરૂપે આજનો દિવસ હોમાગાર્ડ સ્થાપના દિન તરીકે ઉજવાય છે. આજના સ્થાપના દિવસની ઉજવણી અર્થે રાજકોટ જિલ્લા કમાન્ડન્ટ તથા કચેરી દ્વારા કરેલ આયોજનમાં શહેર પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા, નાયબ પોલીસ કમિશનર મુખ્ય મથક એમ આઈ પઠાણ તેમજ માનદ જિલ્લા કમાન્ડન્ટ કેતનભાઈ કાનાણી ઉપસ્થિત રહેલ હતા.
જેમના હસ્તે લીલી ઝંડી આપી ફ્લેગ માર્ચને પ્રસ્થાન કરવામાં આવી હતી. હોમગાર્ડઝ જવાનો એ હોર્ડિંગ્સ હાથમાં રાખીને ફ્લેગ માર્ચ યોજી હતી. જેમાં મોટી સંખ્યામાં હોમગાર્ડના જવાનો જોડાયા હતા. હોમગાર્ડઝ સ્થાપના દિવસની સાથે આજનો દિવસ નાગરિક સંરક્ષણ દિવસ તરિકે પણ ઉજવવામાં આવે છે. જનતામાં સુરક્ષાને લઈ જાગૃતિ આવે એ માટે પણ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં રાજકોટ શહેર યુનિટના હોમગાર્ડ જવાનો ભેગા મળી ઉજવણી કરવામાં આવી હતી.