ગોમટા ચોકડી પાસેથી દારૂનો જથ્થો કબજે, કાર રેઢી મૂકી ચાલક ફરાર

ગોંડલની ગોમટા ચોકડી પાસે એલસીબીનો સ્ટાફ વોચમાં હતો એ દરમિયાન પસાર થતી શંકાસ્પદ કારને રોકવાની કોશિશ કરતાં ચાલકે કાર ભગાવી મૂકી હતી અને થોડે આગળ કાર રેઢી મૂકીને નાસી છૂટ્યો હતો, પોલીસે પહોંચીને કારની તલાશી લેતાં તેમાંથી દેશી દારૂનો જથ્થો નીકળી પડ્યો હતો. પોલીસે દારૂ અને કાર મળીને 2.96 લાખનો મુદામાલ કબજે લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

રાજકોટ રૂરલ એલસીબીના પીઆઇ ઓડેદરા સહિતનો સ્ટાફ વાહન ચેકિંગમાં હતા, જે દરમ્યાન શંકાસ્પદ કાર રોકવા જતા કાર ચાલકે કાર ઉભી રાખી ન હતી અને કાર ગોંડલ તાલુકાના ગોમટા ચોકડીથી આગળ નેશનલ હાઇવે પર આવેલા રામ હોટલ પાછળ દેવ કોટન ઇન્ડસ્ટ્રીઝ નામના કારખાના પાસે કાર રેઢી મૂકી કારચાલક નાસી ગયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *