સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પદવીદાન સમારોહમાં 120 વિદ્યાર્થીને ગોલ્ડમેડલ એનાયત કરાશે

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો પદવીદાન સમારોહ માટે રાજ્યપાલ પાસે તારીખ માગવામાં આવી છે, પરંતુ આગામી તારીખ 29મી ડિસેમ્બરે રવિવારે પદવીદાન સમારોહનું આયોજન કરવામાં આવશે. આ સમારોહમાં 120 જેટલા વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ અને આશરે 40 હજારથી વધુ વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરવામાં આવશે. તારીખ નક્કી થયા બાદ રાજ્યપાલ અને શિક્ષણમંત્રીની ઉપસ્થિતિમાં આ પદવીદાન સમારોહ યોજાશે અને વિદ્યાર્થીઓને તેમના હસ્તે જ મેડલ અને ડિગ્રી એનાયત કરવામાં આવશે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડૉ.કમલસિંહ ડોડિયાના માર્ગદર્શન હેઠળ પદવીદાન સમારોહને સફળ બનાવવા માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે. પદવીદાન સમારોહમાં કુલ જુદી જુદી વિદ્યાશાખાના 120થી વધુ વિદ્યાર્થીને ગોલ્ડમેડલ એનાયત કરવામાં આવશે જેમાં દાતાઓ તરફથી અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી તરફથી ગોલ્ડમેડલ એનાયત કરવામાં આવશે. ગોલ્ડમેડલ ઉપરાંત વિદ્યાર્થીઓને પ્રાઈઝ પણ આ પદવીદાન સમારોહમાં એનાયત કરવામાં આવશે. યુનિવર્સિટીના પરીક્ષા વિભાગ દ્વારા પણ પદવીદાન સમારોહને લઈને વિદ્યાર્થીઓના મેડલ અને ડિગ્રીઓની તૈયારી કરવામાં આવી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *