આટકોટ પાસેથી 25,000 લિટર શંકાસ્પદ ઇંધણ ઝડપાયું

જસદણ તાલુકાના આટકોટ ગોંડલ ચોકડી પાસે આવેલી વરણીરાજ હોટલ પાસે જ જાહેરમાં ઓફિસ ખોલી અને જમીનમાં ચારથી વધુ ટાંકા બનાવી તેમાં શંકાસ્પદ ઇંધણ સંઘરીને બેરોકટોક વેપલો થતો હોવાની બાતમીના આધારે ગાંધીનગર અને રાજકોટ પુરવઠા, જસદણ મામલતદાર અને આટકોટ પોલીસે સંયુક્ત રીતે દરોડો પાડ્યો હતો અને 25,000 લિટર શંકાસ્પદ ઇંધણનો જથ્થો કબજે લીધો હતો

આટકોટ ગોંડલ ચોકડી પાસે આવેલી હોટલ વરણીરાજ પાસે રાજકોટ ભાવનગર હાઇવે પર જ ઓફિસ ખોલીને મનિષ ઠાકર સહિત ચાર શખ્સ શંકાસ્પદ ઇંધણનો વેપલો કરતા હોવાની બાતમી પરથી ગાંધીનગરથી પુરવઠા ટીમ ત્રાટકી હતી અને સ્થળ પરથી ટેન્કર, જમીનમાં સંગ્રહાયેલો 25,000 લિટર ઇંધણનો જથ્થો કબજે લીધો હતો તેમજ ઓફિસને સીલ મારી દેવાયું હતું, જો કે મિલન ઠાકર સહિત કોઇ હાજર મળી ન અાવતાં તેમની સામે કાર્યવાહીનો તખ્તો તૈયાર કરાયો છે અને ઇંધણના સેમ્પલ ચકાસણી માટે લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *