પારેવડી ચોકમાં રાત્રે કારની અંદર દારૂની મહેફિલ ચાલતી’તી, પોલીસ પહોંચી પરંતુ ચારેય નાસી ગયા

શહેરમાં બૂટલેગર પર તવાઇ બોલાવવામાં આવે છે. લિસ્ટેડ બૂટલેગર પર સતત વોચ રાખવામાં આવે છે. દારૂ વેચવો બૂટલેગરો માટે લોખંડના ચણા ચાવવા જેટલું અઘરું છે તેવા પોલીસ અધિકારીઓ દ્વારા દાવા થાય છે જ્યારે લોકો જાણે છે કે, આ તમામ દાવા ખોખલા છે. પોલીસની ધાક ગુનેગારો પર કેટલી છે તે સાબિત કરતી ઘટના પ્રકાશમાં આવી છે. પારેવડી ચોકમાં કારમાં ચાર શખ્સ દારૂની મહેફિલ માણી રહ્યા હતા. પોલીસ પહોંચી હતી પરંતુ કોઇને પકડી શકી નહોતી અને ચારેય શખ્સ નાસી ગયા હતા.

પારેવડી ચોકમાં મનહર પાન નામની દુકાનની સામે કારમાં ચાર શખ્સ દારૂ પી રહ્યાની શનિવારે રાત્રે 10.30 વાગ્યે જાણ થતાં બી.ડિવિઝન પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ જોગડા, કોન્સ્ટેબલ સિંધવ સહિતનો સ્ટાફ ખાનગી વાહન અને ખાનગી ડ્રેસમાં સ્થળ પર પહોંચ્યો હતો. પોલીસને જે કારનું વર્ણન કરવામાં આવ્યું હતું તે કાર પોલીસને દેખાઇ હતી. પોલીસ સ્ટાફ કાર તરફ આગળ વધ્યો હતો, પરંતુ તેઓ કારમાં બેઠેલા લોકોને પકડે તે પહેલાં કારના ચારેય બારણા ખુલ્યા હતા અને દરેક બારણામાંથી એક એક વ્યક્તિ નીકળીને ભાગ્યો હતો. ચાર શખ્સ પોલીસની નજર સામે ભાગી જવામાં સફળ થયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *