શહેરમાં ભગવતીપરામાં પુલ પાસે ત્રણ શખ્સે ઝઘડો કરી છરીના ઘા ઝીંકી હુમલો કરતા તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેેડાતા બી-ડિવિઝન પોલીસે કાર્યવાહી કરી છે. પોલીસની તપાસમાં યુવક રાત્રીના તેના ઘર પાસે પાનની દુકાને ફાકી ખાવા ગયો હતો અને ત્યાંથી પરત ઘરે જતો હતો તે દરમિયાન ત્રણ શખ્સે આંતરી તારી પાસે કેટલા પૈસા છે તે આપ કહી હુમલો કર્યાનું બહાર આવતા પોલીસે કાર્યવાહી કરી છે.
ભગવતીપરામાં રહેતો હાર્દિક નટુભાઇ ચૌહાણ (ઉ.24) રાત્રીના તેના ઘર નજીક પુલ પાસે હતો ત્યારે ત્રણ અજાણ્યા શખ્સે છરી વડે હુમલો કરતાં તેને ગંભીર હાલતમાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાતા બી-ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી હતી.