રાજય સરકારની ચિંતન શિબિર યાત્રાધામ સોમનાથ ખાતે યોજાયા બાદ હવે રાજકોટ જિલ્લા કલેક્ટર પ્રભવ જોશી દ્વારા આગામી ડિસેમ્બર-2024માં ઘેલા સોમનાથમાં રાજકોટ જિલ્લાની ચિંતન શિબિર આયોજીત કરવામાં આવી છે. જેમાં રાજકોટ જિલ્લાના વિકાસ અંગે ચિંતન કરવામાં આવશે. તેની સાથોસાથ પ્રવાસન સ્થળોના વિકાસને કઈ રીતે વેગ આપવો? પ્રવાસન સ્થળોની સાફ સફાઈ નવા પ્રવાસન સ્થળો વિકસાવવા સહિતના મુદ્દે ચિંતન કરવામાં આવનાર છે.
કલેક્ટર કચેરીના સુત્રોએ આ અંગે જણાવ્યું હતું કે, આ ચિંતન શિબિરમાં મામલતદારો-પ્રાંત અધિકારીઓ તેમજ વિવિધ વિભાગોના સરકારી અધિકારીઓ ઉપસ્થિત રહેનાર છે. આ શિબિરમાં અધિકારીઓની કામગીરીની સમિક્ષા પણ કરવામાં આવશે તેમજ રાજય સરકારની યોજનાઓ સહિત વિકાસના વિવિધ પ્રશ્નો અંગે પણ ચર્ચા કરવામાં આવનાર છે.