જળ સંપત્તિ મંત્રીએ મેળવી અટલ સરોવરની જળસંચય પદ્ધતિની માહિતી

જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયાએ રાજકોટના નજરાણા સમાન અટલ સરોવરની મુલાકાત લઈ સરોવર ખાતે સાધન-સુવિધાઓ અને જળ સ્ત્રોતની માહિતી મેળવી હતી અને વરસાદી પાણીનો સંગ્રહ કરી સતત પલ્લવિત રખાતા સરોવર સાઇટ પરની વિવિધ પ્રવૃત્તિઓની મુલાકાત લઇ સુચનો કર્યા હતા.

રાજકોટના સ્માર્ટ સિટીના ભાગ એવા અટલ સરોવરમાં વરસાદી પાણીનું જળ સંચય કરી સરોવરમાં ઉપલબ્ધ બને તે પ્રકારે વ્યવસ્થા કરવામાં આવી છે. સાથો સાથ રૈયા વિસ્તારના ગંદા પાણીને ટ્રીટેડ વોટર પ્લાન્ટ દ્વારા આ પાણી અટલ સરોવરના બગીચામાં ફૂલ- ઝાડને અપાઇ છે, જે અંગેની વિગતો ડે. મેયર નરેન્દ્રસિંહ જાડેજા, દંડક મનીષભાઈ રાડિયા, નાયબ કમિશનર સી.કે.નંદાણીએ પૂરી પાડી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *