હાર્ટએટેકથી મહિલાનું મોત બેભાન હાલતમાં છના મૃત્યુ

શહેરમાં કોઠારિયા રોડ પર મેહુલનગરમાં રહેતા બીનાબેન પારસભાઇ ઠાકર (ઉ.વ.39) રાત્રીના તેના ઘેર હતા ત્યારે બેભાન થઇ જતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા જેનુ સારવાર દરમિયાન મોત નીપજયુ હતુ. બીનાબેનને હાર્ટએટેક આવ્યાનું જણાવતા પોલીસે વધુ કાર્યવાહી કરી છે.

અન્ય બનાવમાં 150 ફુટ રિંગ રોડ પર આંબેડકરનગરમાં રહેતા સુરેશભાઇ બટુકભાઇ ગમારા (ઉ.40) તેના ઘેર હતા ત્યારે બેભાન થઇ જતા તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા જેનું માેત નીપજ્યું હતું. જ્યારે મોરબી રોડ પર જૂના ગણેશનગરમાં રહેતા પુષ્પાબેન અશોકભાઇ બકરાણિયા (ઉ.52)ને કેન્સરની બીમારી હોય તબિયત લથડતા તેને હોસ્પિટલમાં ખસેડાયા હતા જેનું મોત થયું હતું. તેમજ આજી વસાહતમાં રહેતા સુંદર લાલ રામુ લાલ આહિર વાલ (ઉ.62) તેના ઘેર હતા ત્યારે બેભાન થઇ જતા તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા જેનું મોત નીપજયું હતું અને યુનિવર્સિટી રોડ પર આવાસના કવાર્ટરમાં રહેતા દિનેશભાઇ મનસુખભાઇ ગોહેલ (ઉ.50) તેના ઘર પાસે હતા ત્યારે બેભાન થઇ જતા તેને સિવિલ હોસ્પિલમાં ખસેડાયા હતા જેનું મોત થયું હતુ. જયારે 150 ફુટ રીંગ રોડ પર સદભાવના હોસ્પીટલ પાસેથી બેભાન હાલતમાં મળેલા અજાણ્યા આધેડને હોસ્પિટલમાં ખસેડાયા હતા જેનુ સારવાર મળે તે પહેલા મોત થયું હતું તેમજ ગોંડલ રોડ પર સદભાવના વૃદ્ધાશ્રમમાં રહેતા ગિરધરલાલ છગનલાલ પીલોજપરા (ઉ.59) બેભાન થઇ જતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા જ્યા તેનું મોત થયું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *