યુનિવર્સિટીએ ફેકલ્ટીવાઈઝ સમિતિ જાહેર કરી

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં નવો એક્ટ લાગુ થયા બાદ તેના મુજબ જ જુદી જુદી કમિટીઓ બનાવવા માટેની પ્રક્રિયા છેલ્લા ઘણા સમયથી ચાલી રહી હતી. જેમાં તાજેતરમાં જ યુનિવર્સિટી દ્વારા જુદી જુદી ફેકલ્ટીના આશરે 48 જેટલા વિષયો માટેની અભ્યાસ સમિતિ જાહેર કરી દેવામાં આવી છે. આ સમિતિ હવે આગામી દિવસોમાં ફેકલ્ટીવાઈઝ જુદા જુદા કોર્સ તૈયાર તૈયાર કરવા, અભ્યાસક્રમમાં ફેરફાર કરવા, પેપર તૈયાર કરવા, વાઈવા લેવા સહિતની કામગીરી શરૂ કરશે. આગામી દિવસોમાં યુનિવર્સિટીની મહત્ત્વની ગણાતી એકેડેમિક કાઉન્સિલ અને બોર્ડ ઓફ મેનેજમેન્ટની પણ બેઠક મળવાની છે ત્યારે તે પહેલાં બાકીની નાની-મોટી કમિટીઓ અને બેઠકો કરવા તૈયારીઓ ચાલી રહી છે.

યુનિવર્સિટીએ જાહેર કરેલા સર્ક્યુલરમાં જણાવ્યું છે કે, નવા સ્ટેચ્યુટ અંતર્ગત વિવિધ વિદ્યાશાખાની જુદા જુદા વિષયોની અભ્યાસ સમિતિઓની રચના કરવામાં આવી છે. અગાઉ યુનિવર્સિટીએ જુદી જુદી ફેકલ્ટીના ડીનની યાદી પણ જાહેર કરી હતી. જેમાંથી કેટલાક ડીને જવાબદારી લેવાનો ઇનકાર કરતા બાદમાં તેમના સ્થાને અન્ય સિનિયર પ્રોફેસરની નિમણૂક કરવામાં આવી હતી. ડીન બાદ હવે અભ્યાસ સમિતિ પણ બનાવવામાં આવી છે. 12 ફેકલ્ટીના 48 જેટલા વિષયો માટેની સમિતિ આગામી બોર્ડ ઓફ મેનેજમેન્ટમાં નિર્ણય બાદ કામગીરી શરૂ કરશે. ડિસેમ્બરમાં એકેડેમિક કાઉન્સિલ અને બોર્ડ ઓફ મેનેજમેન્ટ સહિતની મહત્ત્વની બેઠકો મળવાની છે તે પહેલા બાકી રહેલી સમિતિઓ બનાવવા માટેની પ્રક્રિયા તેજ બની હોવાનું જાણવા મળ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *