બીમારીથી કંટાળી વૃદ્ધાએ ફાંસો ખાઇ આપઘાત કરી લીધો

માલવિયા ચોક પાસે સાંનિધ્ય એપાર્ટમેન્ટમાં રહેતા અરૂણાબેન પાટડિયા (ઉ.વ.79) અે પોતાના ઘરે બારીમાં ચૂંદડી બાંધી ગળાફાંસો ખાઇ લીધો હતો. સવારે પરિવારે જગાડવા જતાં વૃદ્ધાને લટકતી હાલતમાં જોઇ દેકારો કરતા પરિવારજનોએ દોડી આવી તેને નીચે ઉતારી જાણ કરતાં 108ની ટીમે પહોંચી મૃત જાહેર કર્યા હતા. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલમાં ખસેડ્યો હતો.

વૃદ્ધાને સંતાનમાં એક પુત્ર, ચાર પુત્રી હોવાનું અને અગાઉ પતિનું અવસાન થયું હતું. કેટલાક સમયથી વૃદ્ધાને ડાયાબિટીસ સહિતની બીમારી હોય સારું થતું ન હોય બીમારીથી કંટાળી આ પગલું ભરી લીધાનું પરિવારે જણાવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *