જેતપુરમાં 150 ટકા વરસાદના પગલે માંડ બચાવેલી મગફળી નુકસાની વેઠીને વેચવા ખેડૂતો મજબૂર

જેતપુરમાં 150 ટકા જેટલો વરસાદ પડ્યો ઉપરાંત કમોસમી માવઠાઓ સામે ઝીંક ઝીલીને જગતાતે દિવસ રાત કાળી મજૂરી કરીને સંતાનની જેમ ઉછરેલા મગફળીના પાકને યાર્ડની ખુલ્લી બજારમાં વેચવા જતા એક મણે છસોથી સાતસો રૂપિયાની નુકશાની થઈ રહી હોવા છતાં ખેડૂતને શિયાળુ પાકના વાવેતર માટે તાત્કાલીક નાણાંની જરૂર હોવાથી નુકશાની ખાઈને પણ મગફળી વેચવા મજબુર બન્યો છે.

દિવાળીની રજાઓ બાદ માર્કેટીંગ યાર્ડ ખુલતા યાર્ડમાં પુષ્કળ પ્રમાણમાં મગફળીની આવક જોવા મળી છે. જેમાં આજે જેતપુર યાર્ડ ખાતે યાર્ડના કર્મચારી દ્વારા મગફળીની હરાજી શરૂ કરાવવામાં આવી ત્યારે હરાજીમાં 850થી લઈ 1200ના ભાવ સુધીમાં મગફળી વેચાઈ હતી એટલે કે જે મગફળીનો ભાવ સરકારી ટેકાના ભાવ મુજબ 1356 તો મળવો જ જોઈએ તેનો 850 રૂપિયા અને સારી ગુણવત્તાની મગફળી કે જેનો 1600 મળવો જોઈએ તેના 1200 રૂપિયા મળતા ખેડૂતોને 500થી 600 રૂપિયાની ખોટ ખાવી પડી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *