દિપાવલી-નૂતન વર્ષના તહેવારોમાં રાજકોટની ભાગોળે આવેલ રમણીય ઈશ્ર્વરીયા પાર્કની 3485 સહેલાણીએ મુલાકાત લેતા વહીવટી તંત્રને રૂા.67,710ની આવક થઈ હતી. તહેવારોમાં ઈશ્ર્વરીયા પાર્ક ખાતે વધુમાં વધુ લોકો મુલાકાત લઈ શકે તે માટે પાર્કના સમયમાં પણ ફેરફાર કરવામાં આવ્યો હતો. જેના પગલે માનવ મહેરામણ ઉમટી પડયું હતું. અને ઈશ્ર્વરીયા પાર્કની 3485 લોકોએ મુલાકાત લીધી હતી.
જેમાં ગત તા.1ના 598 તા.2ના 794, તા.3ના 863, તા.4ના 605 અને તા.5ના 625 સહેલાણીઓએ આ પાર્કની મુલાકાત લેતા વહીવટી તંત્રને રૂા.67710ની આવક થઈ હતી.