વડોદરામાં 200 કરોડના દાગીના-ડાયમંડના વેચાણનો અંદાજ

સોના-ચાંદીના ઊંચા ભાવ વચ્ચે ધનતેરસે શુકનવંતી ખરીદી માટે ગુજરાતભરનાં સોની બજારો અને શો-રૂમમાં લોકો જઈ રહ્યા છે. અમદાવાદીઓએ તો 20 કિલો સોનું અને 150 કિલો ચાંદીનું એડવાન્સ બુકિંગ કરાવ્યું હતું. અમદાવાદ જ્વેલર્સ એસોસિયેશને આ માહિતી આપતાં કહ્યું હતું કે સીજી રોડ, માણેકચોક, સેટેલાઈટના સોના-ચાંદીનાં બજારોમાં અપેક્ષા કરતાં સારું બુકિંગ થયું છે. તો વડોદરામાં પણ 200 કરોડનાં સોનું-ચાંદી અને ડાયમંડના વેચાણનો અંદાજ સેવાઈ રહ્યો છે. ગત વર્ષ કરતાં વડોદરામાં સોનાના વેચાણમાં 20થી 25 ટકાનો ઘટાડો થયો છે. રાજકોટની વાત કરીએ તો લોકો સવારથી જ સોના-ચાંદી અને ડાયમંડના દાગીના સહિતની નાની-મોટી ખરીદી કરી મુહૂર્ત સાચવી રહ્યા છે.

વડોદરાના જાણીતા સારા ગણદેવીકર જ્વેલર્સના માલિક સુનીલ ગણદેવીકરે જણાવ્યું હતું કે લોકોમાં સોના અને ચાંદીની ખરીદી માટે ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. બપોર પછી લોકોનો ધસારો વધી રહ્યો છે. ગતવર્ષ કરતાં આ વર્ષે 25 ટકા જેટલી સોનાની ખરીદી ઘટી છે, જોકે ભાવવધારો થયો હોવાથી રકમમાં ઘટાડો થયો નથી. લોકો શુકનનું સોનું જરૂરથી ખરીદે છે. આજે રાત સુધીમાં વડોદરામાં સોનું-ચાંદી અને ડાયમંડ મળીને મળીને 200 કરોડ રૂપિયાનું સોનું અને ચાંદીનું વેચાણ થશે એમ લાગી રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *