રાજકોટમાં ફ્લેટમાં સફાઈ કામે ગયા બાદ અને અમીનમાર્ગ પર પિતા મૂકીને ગયા બાદ બંને બાળકી ગુમ

રાજકોટ શહેરમાં અલગ-અલગ બે સગીરા કામે ગયા બાદ ગુમ થયાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે. જેમાં માલવિયા નગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં રિક્ષાચાલક પિતાએ તેની સગીર દીકરી અમીનમાર્ગ પર કામે ગયા બાદ ગુમ થયાની અને માધાપર નજીક ફ્લેટમાં સફાઈ કરવા ગયેલ સગીરા ગુમ થયાની ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. બંને ગુનામાં અજાણયા શખ્સ સગીરાને ફોસલાવી અપહરણ કરી નાસી છૂટ્યા અંગે શંકા વ્યક્ત કરવામાં આવી છે.

પોલીસે ગુનો નોંધી સગીરાની શોધખોળ હાથ ધરી રાજકોટ શહેરના અમીનમાર્ગ પર કામે ગયેલ સગીરા ભેદી રીતે લાપતા થતાં માલવીયાનગર પોલીસે અપહરણનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. આ બનાવ અંગે રૈયાધાર વિસ્તારમાં રહેતાં રિક્ષાચાલક યુવાને જણાવ્યું હતું કે, તેઓને સંતાનમાં બે દીકરા અને એક દીકરી છે. જેમાં નાની દીકરી 16 વર્ષની છે અને પોતે રિક્ષા ડ્રાઇવિંગ કરે છે. ગઇ તા.27ના રોજ સવારના 8 વાગ્યે તેમની સગીર પુત્રી કિંગ હાઇટસ ખાતે ઘરકામ કરવા માટે જાય છે. ત્યાં તેને રિક્ષામાં મુકવા માટે ગયો હતો. ત્યારબાદ તેઓ ધંધા અર્થે કાલાવડ રોડ ઉપર હતો ત્યારે સવારના દસેક વાગ્યે તેમના દીકરાનો ફોન આવેલ કે બહેન કામે નથી પહોચી, જેથી તેને કહેલ કે હું તો તેને કામે મૂકી આવ્યો છું, જેથી તેઓ કિંગ હાઇટસ રૂબરૂમાં જઈ તપાસ કરવા માટે ત્યાં ગયા અને ત્યાં સિક્યુરીટી પાસેના રજીસ્ટરમાં જોયેલ તો જાણવા મળેલ કે, નવેક વાગ્યાની આસપાસ ત્યાંથી જતી રહેલ છે. બાદમાં આજુ બાજુમાં ફોન કરી તેમજ રૂબરૂ જઈ તપાસ કરતા પુત્રીની કોઇ માહિતી મળી નહી. જેથી કોઈ અજાણ્યો શખ્સ તેમની પુત્રીનું અપહરણ કરી નાસી છૂટતાં ફરીયાદ નોંધાવી હતી. આ બનાવ અંગેની ફરિયાદ પરથી માલવીયાનગર પોલીસે ગુનો નોંધી સગીરાની શોધખોળ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *