આજીડેમ ચોકડી પાસેથી 14 ચોરાઉ મોબાઇલ સાથે શખ્સ ઝબ્બે

આજીડેમ ચોકડી પાસે શંકાસ્પદ હાલતમાં નિકળેલા શખ્સને પોલીસે અટકાવી તેની તલાશી લેતાં તેની પાસેથી 1.50 લાખની કિંમતના 14 ચોરાઉ મોબાઇલ મળી આવતાં પોલીસે તેની ધરપકડ કરી વિશેષ કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ આજીડેમ પોલીસે પેટ્રોલિંગ દરમિયાન મુરલીધર બ્રિજ પાસે શંકાસ્પદ હાલતમાં નિકળેલા શખ્સને અટકાવી તેની પૂછપરછ કરતાં તે ગોંડલમાં ભગવતપરામાં નિલકંઠ રેસીડેન્સીમાં રહેતો અર્જુન ભીખાભાઇ દાણિધારીયા (ઉ.વ. 23) હોવાનું જણાવતાં પોલીસે તેની તલાશી લેતાં તેની પાસેથી શંકાસ્પદ અલગ-અલગ કંપનીના 14 મોબાઇલ અળી આવતાં પોલીસે મોબાઇલ અંગે પૂછપરછ કરતાં તેની પાસે કોઇ આધાર ન હોય પોલીસે તેની ધરપકડ કરી દોઢ લાખની કિંમતના મોબાઇલ કબજે કરી તેની પૂછપરછ કરતાં તેને આ મોબાઇલ કચ્છના અંજાર માંથી ચોરી કર્યાનું રટણ કર્યું હતું અને આ ચોરાઉ મોબાઇલ વેચવા નિકળતાં પકડાયો હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવતાં પોલીસે 14 મોબાઇલ સાથે પકડાયેલો અર્જુન દાણિધારીયાની રિમાન્ડ મેળવવા કોર્ટ હવાલે કરવાની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *