રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં પાછોત્તરા વરસાદની ખેતી પાકોને નુકશાન થયું છે. દિવાળીના તહેવાર પૂર્વે ખેડૂતો યાર્ડમાં ખેત જણસ વેચવા જઈ રહ્યા છે ત્યારે રાજકોટ યાર્ડમાં ચાલુ વરસાદે મગફળીની ઉતરાઈ ચાલુ રહેતા ખેડૂતોને નુકશાન થતુ અટકયુ હતું. યાર્ડ બહાર વાહનોની લાંબી કતારો લાગતા ચેરમેન અને ડિરેકટરોએ સ્ટાફની મદદથી ઉતરાઈ માટેની વ્યવસ્થા કરતા ખેડૂતોએ રાહત અનુભવી હતી તેમજ વરસતા વરસાદે 600 જેટલી ગાડીમાં 45000 ગુણીની મબલખ આવક નોંધાઈ હતી.
સતત વરસતા વરસાદમાં પણ મગફળીની ઉતરાઈ ચાલુ રખાવી પ્રાપ્ત વિગત મુજબ રાજકોટ માર્કેટયાર્ડમાં નવા બનેલા ડોમને કારણે સતત વરસતા વરસાદમાં પણ મગફળીની ઉતરાઈ ચાલુ રખાવી. અંદાજે 600થી વધુ મગફળી ભરેલા વાહનોને માર્કેટયાર્ડમાં પ્રવેશ આપી નવા ડોમમાં મગફળીની સુરક્ષિત રીતે ઉતરાઈ કરવામાં આવી હતી. જેમાં રાજકોટ માર્કેટયાર્ડમાં મગફળી આવક 45,000 ગુણી તથા કપાસની આવક 10,500 ભારી અને અન્ય જણસીઓ ભરેલા વાહનોને માર્કેટયાર્ડમાં ક્રમવાર પ્રવેશ આપી ઉતરાઈ કરાવવામાં આવી હતી. રાજકોટ માર્કેટ યાર્ડના ચેરમેન જયેશભાઈ બોઘરા તેમજ ડિરેક્ટરો દ્વારા આ માટેની વ્યવસ્થા કરવામાં આવી હતી.
મગફળીના માલને ઉતારવા ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી માર્કેટિંગ યાર્ડનાં ચેરમેન જયેશ બોધરાએ આ અંગે જણાવ્યું હતું કે, રાજકોટ યાર્ડમાં ગઈકાલે ચાલુ વરસાદે પણ ખેડૂતોની મગફળી ઉતારવામાં આવી હતી. જેમાં 600 જેટલા વાહનોમાં 40-45 હજાર ગુણીની આવક થઈ હતી. આ ઉપરાંત 10 હજાર ભારી એટલે કે કુલ 20 હજાર મણ કપાસની પણ આવક થઈ હતી. વરસાદને કારણે મગફળી બગડે નહીં તે માટે તેઓ યાર્ડ સુધી પહોંચાડતા હોય છે ત્યારે યાર્ડ દ્વારા આ મગફળીના માલને ઉતારવા ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી.