કાઇલિયન એમ્બાપ્પે પર બળાત્કારનો આરોપ લાગ્યો

સ્વીડિશ મીડિયાના અહેવાલમાં ફ્રેન્ચ સ્ટાર ફૂટબોલર કાઇલિયન એમ્બાપ્પે પર બળાત્કારનો આરોપ લાગ્યો છે. એમ્બાપ્પેની ટીમે આ આરોપોને ખોટા ગણાવ્યા છે.

25 વર્ષીય ફૂટબોલરે X પોસ્ટમાં સંબંધિત અહેવાલોને ટેગ કરતી વખતે ‘ફેક ન્યૂઝ’ લખ્યું. સ્વીડિશ મીડિયાના કેટલાક અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો હતો કે બળાત્કાર સંબંધિત કેસમાં એમ્બાપ્પે વિરુદ્ધ તપાસ ચાલી રહી છે.

સ્વીડનના સરકારી વકીલોએ મંગળવારે એક નિવેદનમાં કહ્યું- ‘પોલીસમાં બળાત્કારની ફરિયાદ આવી છે પરંતુ તેમાં કોઈનું નામ નથી.’ નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે રિપોર્ટ અનુસાર, આ ઘટના 10 ઓક્ટોબર, 2024ના રોજ સ્ટોકહોમની એક હોટલમાં બની હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *