રાજકોટમાં ઝેરી દવા પ્રૌઢનો આપઘાત

મારા મોત પાછળ મારા દીકરાની વહુ જવાબદાર છે. સુસાઈડ નોટ લખી જેન્તીભાઈ કારેણાએ આપઘાત કરી લીધો હતો. મૃતક જેન્તીભાઈ રાજકોટમાં મવડી ચોકડી પાસે રત્નમ સોસાયટીમાં રહેતા હતા અને તેની જમીન રાણા ખીરસરા ગામે આવેલ છે. જે જમીન પુત્રવધુને પોતાનાં નામે કરવી હોય માટે મૃતક જેન્તીભાઈને ત્રાસ આપતાં હોય જેથી પુત્રવધુના ત્રાસથી કંટાળી આ પગલું ભર્યું હોવાનું સુસાઈડ નોટમાં ઉલ્લેખ કર્યો હતો. પોલીસે સ્યુસાઇડ નોટ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે.

જેન્તીભાઇ કાનજીભાઈ કારેણા (ઉ.વ.55) નામના પ્રૌઢે ગઈકાલે બપોરે ઝેરી દવા પી લેતા તેઓને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં જ્યા સારવારમાં દમ તોડી દિધો હતો. મૃતક જેન્તીભાઈએ આપઘાત કરતા પહેલા એક સુસાઈડ નોટ લખી હતી. જેમાં જણાવ્યું હતું કે, મારા મોત માટે જવાબદાર વ્યક્તિ મારા દીકરાની વહુ ભૂમિકા અને તેના પિતા પરબતભાઈ જવાબદાર છે. ભુમિકાને મારા દીકરાનું ઘર ચલાવવું નથી અને તેનો ભાઈ સટ્ટા બજારમાં હારી જતાં મારી પાસે અડધી જમીન તેના નામે કરવવા મને પ્રેશર કરે છે. તેથી કંટાળી હું પગલું ભરું છું. માટે મારા દીકરાને તેનાથી બચાવી લેજો અને મારા દીકરાનો દીકરો હિતનું ખાસ ધ્યાન રાખજો. હિતને કોઈ દુ:ખી ન કરતાં અને હિત મારા પ્રાણથી પણ વ્હાલો છે. અને દીકરા સંદિપ તું કોઈ દિવસ હિંમત હારતો નહિ અને તારી મમ્મી અને હિતનું ધ્યાન રાખજે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *