આસામ રાયફલ ખાતે ટ્રેનિંગ પૂર્ણ કરી રાજકોટ વતન આવતા આર્મી જવાનનુ અદકેરું સ્વાગત કરાયુ

રાજકોટ શહેરમાં રહેતા મહેન્દ્રસિંહ ઘનશ્યામસિંહ પરમાર કે જેઓ તાજેતરમાં 11 મહિનાની આસામ રાયફલમાં ટ્રેનિંગ પૂર્ણ કરી પરત ઘરે આવતા પરિવાર અને વિસ્તાર વાસીઓ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. પરિવારજનો અને વિસ્તાર વાસીઓએ ફુલહાર તેમજ ફટાકડા ફોડી આર્મી જવાન મહેન્દ્રસિંહ ઘનશ્યામસિંહ પરમારનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

11 મહિનાની ટ્રેનિંગ પૂર્ણ થતા હવે તેઓ આસામ રાયફલમાં પોસ્ટિંગ મેળવી હવે આસામ રાયફલ મેન તરીકે પોસ્ટિંગ મેળવશે. ગઇકાલે ટ્રેનિંગ પૂર્ણ કરી તેઓ પરત ઘરે આવતા માતા પિતા સહિત પરિવારજનો ભાવુક થઇ ગયા હતા. તેમના પિતા ઘનશ્યામસિંહ ગેરેજ ચલાવે છે અને માતા હાઉસ વાઈફ છે. તેમને પરિવારમાં એક ભાઈ અને એક બહેન છે. મહેન્દ્રસિંહ પરમારે બીકોમ સુધી અભ્યાસ કર્યો છે અને નાનપણથી આર્મીમાં નોકરી મેળવવાનું તેઓનું સ્વપ્ન હતું તે સાકાર કર્યું છે. ટ્રેનિંગ દરમિયાન સૌથી વધારે કઠિન 25 કિલો વજન સાથે 40 કિલોમીટરનિ રૂટ માર્ચ હોય છે અને રાત્રે 3 વાગ્યે ફાયરિંગ કરવા ઉઠવાનું હોય છે. ઉલ્લેખનીય છે કે આસામ રાયફલમાં સૌથી ઓછા ગણ્યા ગાંઠ્યા ગુજરાતી જવાનો ફરજ બજાવી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *