શહેરમાં 24 કલાકમાં એક ઇંચરાસોત્સવના અનેક આયોજન રદ

રાજકોટ શહેર-જિલ્લામાં સતત બીજા દિવસે મેઘરાજાની કમોસમી મહેર ચાલુ રહી હતી અને પોણા ઇંચથી પોણા બે ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. વરસાદને કારણે શહેરમાં અનેક સ્થળે પાણી ભરાયા હતા. શનિવારે રાત્રે 8થી 12 વાગ્યા સુધી વરસાદ ચાલુ રહેતા અનેક સ્થળે દાંડિયાના આયોજનો રદ કરવા પડ્યા હતા. જો કે, રવિવારે રાત્રે 11 વાગ્યે ફરી ધોધમાર વરસાદ શરૂ થયો હતો. હવામાન ખાતાએ આગામી 3 દિવસ સુધી છૂટાછવાયા ઝાપટાં પડવાની આગાહી કરી છે.

રાજકોટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ શાખાએ આપેલા આંકડા મુજબ શનિવારે રાત્રે 8થી રવિવારે રાત્રે 8 વાગ્યા સુધીમાં રાજકોટ શહેરમાં 24, લોધિકામાં 18, કોટડાસાંગાણીમાં 37, ગોંડલમાં 42, જામકંડોરણામાં 25, ઉપલેટામાં 27, ધોરાજીમાં 30 અને જેતપુરમાં 42 મી.મી. વરસાદ નોંધાયો હતો. જ્યારે મહાનગરપાલિકાની ફાયર શાખામાં રાજકોટ સેન્ટ્રલ ઝોનમાં 25, વેસ્ટ ઝોનમાં 19 અને ઇસ્ટ ઝોનમાં 30 મી.મી. વરસાદ નોંધાયો હતો. શનિવારે રાત્રે ધીમીધારે ચાર કલાક સુધી વરસાદ ચાલુ રહેતા અનેક સ્થળે દાંડિયાના આયોજનો રદ થયા હતા અને ખેલૈયાઓની મોજ બગડી હતી. જોકે વરસતા વરસાદમાં પણ રંગીલા રાજકોટવાસીઓેએ શહેરમાં ફરવાની મોજ મોડી રાત સુધી માણી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *