રાજકોટ માલવીયાનગર પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન 150 ફૂટ રિંગ રોડ પર ઉમીયા ચોક બજરંગ પાન પાસે એક શખસ મોબાઇલ ફોનમાં હાલમાં ચાલી રહેલ પાકિસ્તાન ઇંગ્લેન્ડ લાઇવ ટેસ્ટ મેચમાં આઈ.ડી. દ્વારા સેશન, રનફેર, ઓવર તેમજ મેચના પરીણામ ઉપર રૂપિયાની હારજીતના સોદાઓ કરી જુગાર રમે છે તેવી ચોક્કસ બાતમીના આધારે સ્ટાફે દરોડો પાડી મોબાઈલમાં જુગાર રમતાં શખ્સને પકડી પાડી તેનું નામ પૂછતાં રેનીશ મનસુખ ફળદુ (ઉ.વ.38) હોવાનું જણાવ્યું હતું. પોલીસની ટીમે તેની પાસે રહેલ મોબાઈલ ફોન ચેક કરતાં તેમાં SAT SPORT નામની એપ્લિકેશ જોવામાં આવેલ જેમાં પાસવર્ડ નાંખી એપ ખોલી એકાઉન્ટ સ્ટેટમેન્ટ ચેક કરતા લાઇવ ક્રિકેટ મેચમાં ઓનલાઇન અલગ અલગ સોદા કરી જુગાર રમતો હોવાનું ખુલતાં તેની ધરપકડ કરી આઈડી આપનાર બુકીનું નામ જાણવા પૂછતાછ હાથ ધરી હતી.