શહેરના પેડક રોડ પર ઈસ્ટ લાઇટ બિલ્ડિંગમાં રહેતા અને પેલેસ રોડ પર ભૂમિ જ્વેલર્સ નામનો શો-રૂમ ચલાવતા રોનકભાઈ દિનેશભાઈ ઝાપડિયા (ઉ.વ.26) નામના વેપારીએ પોતાના શો-રૂમમાં ઝેરી દવા પી જતાં તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. જેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.
બનાવને પગલે એ-ડિવિઝન પોલીસ મથકના જમાદાર મુકેશભાઈ ચરપટા સહિતના સ્ટાફે હોસ્પિટલે પહોંચી તપાસ કરતા મૃતક રોનકભાઈના લગ્ન દોઢ વર્ષ પહેલા જ થયા હતા અને તેને છેલ્લા કેટલાક સમયથી પેટની બિમારી હોય સારવાર ચાલુ હોય છતાં સારું ન થતાં આ પગલું ભરીલીધાનું તેના પરિવારજનોએ જણાવતા પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.