ઉપલેટા તાલુકાના ઢાંક ગામે સરકારી જમીનમાંથી માટીની વ્યાપક પણે ચોરી થતી હોવાની બાતમીના આધારે તંત્રે દરોડો પાડ્યો હતો અને એક જેસીબી તેમજ બે ટ્રેકટર અને માટી સહિત 66. 40 લાખનો મુદામાલ કબજે લઇ વાહનોના માલિકો સામે ગુનો નોંધી કાર્યવાહી કરાઈ હતી.
ઉપલેટાના ઢાંક ગામે સરકારી જમીનમાંથી માટીની વ્યાપકપણે ખનીજ ચોરી થતી હોવાની બાતમીના આધારે આકસ્મિક ચકાસણી કરતા ઢાંક ગામે મોકેશ્વર નેશથી આગળ પાટણ જવાના રસ્તા પર સરકારી જમીનમાંથી ગેરકાયદેસર માટીની ચોરી કરતા એક જેસીબી કે જેના નંબર GJ-25-P-0968 જેના માલિક કાંધા ભાઈ શામળા ભાઈ કરછા રહે. કડછ અંદાજિત 25,00,000 બે ટ્રેકટર જેના માલિક રવિરાજ ભાઈ માંકડ તથા મેરુ ભાઈ ગોરાણીયા છે તે બે ટ્રેકટર ખનીજ સાથેની અંદાજિત 11,40,000 થવા જાય છે તે ઉપરાંત તથા માટીનો અંદાજિત 600 ટન જથ્થો જેની કિંમત 30,00,000 લાખ થવા જાય છે તે મળી કુલ 66,40,000નો મુદ્દામાલ સીઝ કરી ભાયાવદર પોલીસને સોંપવામાં આવ્યો હતો.