ભગવતીપરાનો ઇસમ પિસ્ટલ-બે કાર્ટિસ સાથે ઝડપાયો

શહેરની ભાગોળે કુચિયાદડના પાટિયા પાસેથી પોલીસે ભગવતીપરાના ઇસમને દેશી બનાવટની પિસ્ટલ અને બે કાર્ટિસ સાથે ઝડપી લીધો હતો. ભગવતીપરાનો સદામ દાઉદ બ્લોચ (ઉ.વ.30) કુચિયાદડના પાટિયા પાસે હોટેલ નજીક ઊભો હોવાની અને તેની પાસે ગેરકાયદે હથિયાર હોવાની માહિતી મળતાં એસઓજીના પીએસઆઇ હરિયાણી સહિતની ટીમ દોડી ગઇ હતી. પોલીસે સદામને કોર્ડન કરી તેની તલાશી લેતા તેની પાસેથી દેશી બનાવટની રૂ.25 હજારની કિંમતની પિસ્ટલ અને બે કાર્ટિસ મળી આવ્યા હતા. પોલીસે પિસ્ટલ અને કાર્ટિસ કબજે કરી સદામની ધરપકડ કરી હતી. પોલીસે આગવીઢબે પૂછપરછ કરતાં રોફ જમાવવા માટે છ મહિના પહેલા ભગવતીપરાના મહમદહુશેન હાસમ જુણાચ પાસેથી ખરીદ કર્યાની કબૂલાત આપી હતી. કબજે થયેલા હથિયારનો સદામે કોઇ ગુનાહિત કૃત્યમાં ઉપયોગ કર્યો હતો કે કેમ તે દિશામાં તપાસ કરવા પોલીસે આરોપીને રિમાન્ડ પર લેવાના ચક્રો ગતિમાન કર્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *